પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓ શિક્ષણશાખા પ્રસ્તાવના

પ્રસ્તાવના

રાજય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્‍ય આપવામાં આવેલ છે. પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણના પિરામીડનો પાયો છે. ૬ થી ૧૪ વર્ષની વય જુથનાં તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની રાજય સરકારની જવાબદારી છે. પ્રાથમિક શિક્ષણની પ્રવેશ તથા સ્‍થાયીકરણની યોજનાઓ પર વધુ ભાર મુકવામાં આવેલ છે.

પ્રાથમિક શિક્ષણ અંગેના રાજય સરકારના તમામ ઉદ્દેશો સિધ્‍ધ કરવા માટે દરેક જિલ્‍લા પંચાયતમાં શિક્ષણ શાખા આવેલી છે. શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી તથા શાખાના વડા તરીકે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી આ શાખામાં કાયર્રત રહી જિલ્‍લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ તથા બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓ પર બીટ નિરીક્ષકો તથા કેળવણી નિરીક્ષકોની મદદથી નિયંત્રણ અને નિયમન કરે છે. જિલ્‍લા કક્ષાએ માન.જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી તમામ શાખાના વડા ગણાય છે. જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી શિક્ષણ શાખાના વડા ગણાય છે..

આમ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીનાં વડપણ હેઠળ શિક્ષણ શાખા જિલ્‍લાના પ્રાથમિક શિક્ષણનું સુચારૂ સંચાલન કરે છે.