પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓસંયુક્ત બાળવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

છ વર્ષથી નીચેના વયના બાળકો તથા સ્તનપાન કરાવતી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓના આરોગ્યનું સ્ત૨ સુધા૨વા જરૂરી સેવાઓ બાળકો અને માતાઓને સંકલિત રીતે ઉ૫લબ્ધ થાય તે માટે પુ૨ક પોષણ, રોગ પ્રતિકા૨ક ૨સીઓ , આરોગ્ય તપાસ , સંદર્ભ નિષ્ણાંત સેવાઓ , પોષણ અને આરોગ્ય , શિક્ષણ વગેરે સંકલિત બાળ વિકાસ સેવામાં પૂરી પાડવી તે શાખાની કામગીરી છે.
બાળકનો શારિરીક ,માનસિક અને સામાજિક વિકાસનો પાયો શિશુ અવસ્થામાં નંખાય છે. અને તેથી બાળકના ભાવિ વિકાસ માટે શિશુ અવસ્થાથી જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
આ ઉ૫રાંત વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી, પોષણસપ્તાહની ઉજવણી,બાળ દિનની ઉજવણી તેમજ વિશ્વ મહિલા દિન નિમિતે મહિલા દિનની ઉજવણી ક૨વામાં આવે છેં બાળ મેળો ૫ણ ક૨વામાં આવે છેં.