પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓપશુપાલનશાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

પશુપાલનશાખા દ્રારા મુલાકાત મુલ્યાંકન, વહીવટી તેમજ નાણાકીય તમામ પ્રકારની કામગીરી ઉપરાંત પશુપાલનશાખા દ્રારા જિલ્લા પંચાયતના પશુદવાખાનાઓ અને પ્રાથમીક પશુસારવાર કેન્દ્ર મારફત નિચે મુજબની વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવે છે.
પશુસારવાર
દવાખાનામાં સારવાર - ૮૯૦૮
પ્રવાસમાં સારવાર- ૫૨૪૦૭
દવાઓ સપ્લાય કરવી - ૨૦૯૦૩
ખશીકરણ - ૨૦૬૭
પશુ રસીકરણ
પ્રર્વતમાન ચેપીરોગો સામે સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી આયોજન કરી વિવિધ રોગો સામે રોગ વિરોધી રસી મુકી રોગ અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવે છે.જેમાં ખરવામોવાસા, ગળસુઢો, ગાંઠીયોતાવ, હડકવા વગેરે રોગ વિરોધી રસી મુકવામાં આવે છે.ચાલુ વર્ષે-૮૦૭૫૦ ના લક્ષ્યાંક સામે ૯૦૭૬૬ રસીકરણ કરવામાં આવેલ છે.
પશુ ઓલાદ સુધારણા
શ્વેતક્રાંતિના ભાગરૂપે ઓલાદ સુધારણા માટે કૃત્રીમ બિજદાન દ્વારા ઉચ્ચ આનુવંશીક ગુણવત્તા ધરાવતી શંકર ગાયો પેદા કરવાનુ ધ્યેય રાખેલ છે. જે માટે જિલ્લામાં કૃત્રીમ બિજદાનની કામગીરી કરવામાં આવે છે. જે માટે જરૂરી ડોઝ અને લીક્વીડ નાઇટ્રોજન પશુપાલન ખાતા હસ્તકના હરીપુરા જિ.-સુરત ખાતેથી મેળવવામાં આવે છે.
ખસીકરણ
શ્વેતક્રાંતિના ભાગરૂપે ઓલાદ સુધારણા માટે બિન જરૂરી, નિમ્ન કક્ષાના બાંગરા વાછરડાઓને ખસીકરણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે-૨૧૦૦ ના લક્ષ્યાંક સામે ૨૭૧૧ ખસીકરણ કરવામાં આવેલ છે.
પશુઆરોગ્ય મેળા અને રોગ નિયત્રણ
જિલ્લાના તમામ વર્ગના પશુઓના આરોગ્ય અને રોગ નિયત્રણની મુખ્ય કામગીરી જિલ્લાના ૫ પશુદવાખાનાના પશુચિકિત્સક અધિકારી અને પ્રાથમિક પશુસારવાર કેન્દ્રોના પશુધન નિરિક્ષક દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં પશુઓને દર વર્ષે પશુઆરોગ્ય મેળાનું આયોજન કરીને યોગ્ય સમયે રસીકરણ, કરમીયાની દવા, ચકરી રોગ નિયત્રણ, વગેરે દવાઓ આપવામાં આવે છે જેથી ચાલુ વર્ષ દરમ્યાન સમગ્ર જીલ્લામાં એકપણ રોગચાળો નોધાયેલ નથી. ચાલુ વર્ષે ૫૦ આરોગ્ય કેમ્પો યોજવામાં આવ્યા જેમાં ૨૬૬૮ પશુઓને મેડીકલ સારવાર, ૧૮૧ પશુઓની શસ્ત્રક્રિયા, ૭૩૩ પશુઓની જાતિય આરોગ્ય સારવાર, ૫૭૩૯ પશુઓને કૃમિનાશક દવા પીવડાવી, ૧૨૩ પશુઓમાં કૃત્રિમબીજદાન, અને ૩૮૩ પશુઓમાં ખસીકરણ એમ કુલ ૯૮૨૭ પશુઓને પશુઆરોગ્ય મેળામાં સારવાર કરવામાં આવી. જેનો કુલ ૨૬૯૭ પશુપાલકોએ લાભ લીધો.
ઘાસચારા વિકાસ યોજના
ઘાસચારા વિકાસ યોજના હેઠળ પશુપાલન ખાતા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારના ઘાસચારાના ફ્રી મિનિકિટ્સ /હાથ સુડા સહાય આપવામાં આવે છે. ચાલુ વર્ષે ૨૪ પશુપાલક લાભાર્થીઓને ૭૫% (રૂ.૪૫૦/- મહત્તમ સહાય ૭૫% લેખે) સહાયથી માનવ સંચાલિત હાથસુડા આપવામાં આવ્યા અને ખાતાકીય મીનીકીટ (૧૦ ગુંઠા) ૧૦૦% સહાયના ધોરણે ૭૦ પશુપાલકોને લાભ આપવામાં આવેલ છે તથા કૃષિ મહોત્સવમાં ૧૫૫૦ પશુપાલકોને ઘાસચારાના મીનીકીટ (૧૦ ગુંઠા) આપવામાં આવેલ છે.
સંકર વાછરડી હરીફાઈ યોજના
જિલ્લાની સ્વભંડોળ યોજનામાથી સંકર વાછરડી હરીફાઇ યોજનાનું આયોજન કરી ડાંગ જિલ્લાના આદિવાસી પશુપાલકોને ડેરી વિકાસ તરફ અગ્રેસર કરવાની પ્રવૃતિ હાથ ધરીને પશુપાલકોને પ્રોત્સાહીત કરવામાં આવે છે.