પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓપશુપાલન શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

જિલ્લા પંચાયત ડાંગ હસ્તકની પશુપાલન શાખા મારફતે ડાંગ જિલ્લામાં ૫(પાંચ) પશુદવાખાના ૧(એક) ફરતુ પશુદવાખાના, ૦૯(નવ) પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો અને ૪(ચાર) પશુધન ઉત્પાદન કેન્દ્રો કાર્યરત છે. કુલ ૬(છ) પશુચિકિત્સા અધિકારીની સામે ૩ પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ ભરાયેલ છે. ૧૩(તેર) પશુધન નિરીક્ષક સામે ૭(સાત) પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ભરાયેલ છે. આ ઉપરાંત સ્ટેટની કચેરીઓમાં મરઘા વિસ્તરણ ઘટક –આહવા ખાતે ૩(ત્રણ) કેન્દ્રોમાં પશુધન નિરીક્ષકોની જગ્યા ભરાયેલ છે. પશુદવાખાના અને પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો મારફતે પશુ-સારવાર, રસીકરણ, ખસીકરણ, પશુઉત્પાદકતા વ્રુદ્ધિ શિબિર, પશુઉત્પાદકતા શિક્ષણ શિબિર, કૃત્રીમ બિજદાન તથા પશુસંવર્ધન શિક્ષણ શિબીર તેમજ યોજનાકીય વિસ્તરણ સાથે સંકળાયેલ અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.