પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ડાંગ જિલ્લો અતિ ડુંગરાળ હોઈ, અંતરિયાળ ગામોને રસ્તાઓની સુવિધા આ૫વી અત્યંતજરૂરી છે. કે જેથી અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગ્રામજનોને જિલ્લાના મુખ્યમથકે કોઈ ૫ણ કારણસર ૫હોંચવા માટે સારી સુવિધા પ્રાપ્ત થાય. ઉ૫રાંત જરૂરીયાતમુજબના મકાનો જેવા કે, કચેરીઓ, આરોગ્યના મકાનો, રહેણાંકના મકાનો, શાળા, આંગણવાડી જેવી સેવા ઉ૫લબ્ધ કરવાની તથા તેની મરામત અને નિભાવણીની કામગીરીઅત્રેનાં વિભાગ હેઠળ થાય છે.
ડાંગ જિલ્લામાં આવેલ અન્‍ય જિલ્‍લા માર્ગ4ગ્રામ્‍ય માર્ગ, પુલો તેમજ સરકારી રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોનાં બાંધકામ તેમજ જાળવણી અને નિભાવણીની કામગીરી આ વિભાગ હસ્તક કરવામાં આવે છે. ડાંગ જિલ્લા પંચાયતની દરેક કચેરીઓના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોનાં નકશાઅંદાજો બનાવી ટેન્‍ડર પ્રક્રિયાઓ કરી એજંન્સી નક્કી કરી નવા મકાનોનાં બાંધકામ કરવામાં આવે છે. ડાંગ જિલ્‍લાના અનકનેટક ગામને જોડતા નવા રસ્‍તા બનાવવા તથા પંચાયત હસ્‍તક આવેલ રસ્તાઓનું મજબુતીકરણ રીસરફેસીંગ તેમજ રસ્તા પહોળા કરવાની કામગીરી તેમજ રસ્‍તાઓની મરામતની કામગીરી પણ આ વિભાગ તરફથી કરવામાં આવે છે. ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના રસ્‍તાઓ ઉપર આવેલ મોટા તેમજ નાના પુલોની મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે .