પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠજિલ્લા વિષેજીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

જીલ્લાની સામાન્‍ય રૂ૫ રેખા

ગુજરાત રાજયની દક્ષિણમાં આવેલો ડાંગ જિલ્લો છે. તેની ઉત્તર અને પશ્ચિમ સરહદે સુરત અને નવસારી જિલ્લાઓ તથા પુર્વે અને દક્ષિણ મહારાષ્ટ્ર રાજયના જિલ્લાઓ આવેલા છે. ડાંગ જિલ્લો ર૦.૩૯ થી ર૧.પ અક્ષાંશ ઉત્તર અને ૭ર.ર૯ થી ૭૩.પ૧ રેખાંશની વચ્ચે આવેલો છે. ડાંગ જિલ્લો ૩૧૧ ગામોનો બનેલો છે. જિલ્લાનો ભૌગોલિક વિસ્તાર ૧૭૬૪ ચો.કિ.મી. છે.

જમીનની માહિતી
જિલ્લાની જમીન પૃષ્‍ડ અને ખડકવાળી છે. જમીન લાલ રંગથી માંડી કાળા રંગ સુધીની જોવા મળે છે. આ જમીનમાં મુખ્યત્વે નાગલી, વરી, મકાઈ, મગફળી, ખરસાણી, ડાંગર વગેરે પાકો થાય છે. અન્ય પાકોમાં ધઉં, તુવર, અડદ, ચણા વગેરે થાય છે.
નદીઓ અને જળ સંપતિ
ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ અંબીકા અને પુર્ણા છે જયારે ખાપરી, ગીરા, ધોધલ અન્ય નદીઓ છે. જે અરબી સમુદ્રને મળે છે.