પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


મુખપૃષ્ઠ શાખાઓપંચાયત શાખાગ્રામ સભા

ગ્રામ સભા

આ એક ખૂબ જ મહત્‍વની કામગીરી છે. ગ્રામ્‍ય સ્‍તરે ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ કરવું અતિ મહત્‍વનું છે. વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વાર ગ્રામસભાઓ યોજવી. તેમાં લોકસંપર્ક કરી શકાય ત્‍યાં સુધી સ્‍થળ પર જ પ્રશ્નના નિરાકરણ કરવા અને જે પ્રશ્નોનું સ્‍થળ પર નિરાકરણ થઇ શકે તેમ ન હોય તેવા પ્રશ્નો માટે યોગ્‍ય કાર્યવાહી હાથ ધરવી. અને આમ લોક સુખાકારીને ઘણું મહત્‍વ અપાયું છે આ ઉપરાંત ગ્રામસભા દ્વારા લોકજાગૃતિ ઉભી કરવામાં આવે છે. અને સાથે સાથે લોકોને તેઓને હક્ક અને ફરજ માટે જાણકારી આપવામાં આવે છે. ડાંગ જિલ્‍લામાં ગ્રામસભા અભિયાન(વિભાગ કક્ષાનું આયોજન) ગ્રામ વિકાસ વિભાગ-૨૦૦૯
સ્‍થાવર મિલ્‍કતોની મંજુરી આપવી, કર નાંખવા, અપીલ સમિતિની કામગીરી સંભાળવી, મહેસુલી ગ્રાંટ અંગે, સિંચાઇ શેષ અંગેની કામગીરી, વ્‍યવસાય વેરાની કામગીરી, ગ્રામ્‍ય કક્ષાએથી આવતી અન્‍ય તમામ અરજીઓની કામગીરી વિગેરે આ શાખા દ્વારા કરવામાં આવે છે.
રાજ્ય સમકારી નિધિ, જીલ્‍લા સમકારી નિધિ અને જીલ્‍લા ગામોત્તેજક ફંડ વિગેરેની કામગીરી તથા તેના હિસાબો નિભાવવા આ ઉપરાંત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોમાં જરૂર પડે વહીવટદારની નિમણુંક કરવા જેવી અગત્‍યની કામગીરી આ શાખા સંભાળે છે.
આમ પંચાયત શાખા સમગ્ર તંત્રના હાર્દરૂપે કામ કરે છે.