પંચાયત વિભાગ
ડાંગ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર

chirenjivi-yojanao

મુખપૃષ્ઠમહિલાઓ માટેચિરંજીવી યોજના

ચિરંજીવી યોજના

અમરેલી જીલ્‍લામાં નવેમ્‍બર-૨૦૦૬ થી માતા મરણ અને બાળ મરણ ધટાડવાના ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા ચિરંજીવી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આપણે જાણીએ છીએ કે દરેક સુવાવડ જોખમી છે. તેમાં પણ ખાસ કરીને ઘરે થતી સુવાવડમાં માતા અને બાળક માટે ઘણા બધા જોખમો રહેલ છે.

''ચિરંજીવી'' યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી સુવાવડ બિલકુલ મફત અને સલામત છે.

આ યોજનાનો લાભ લેવા માટે દરેક સગર્ભા માતાઓએ તેમના સ્‍થાનિક નર્સબેન પાસ નામની વહેલામાં વહેલી નોંધણી કરાવવી તથા જરૂરી સેવાઓ લેવી ફરજીયાત છે. વધુમાં માહિતી માટે આપ્‍ના નજીકના આરોગ્‍યકેન્‍દ્ર અથવા ગામના સ્‍થાનિક આરોગ્‍ય કાર્યકર (પુરૂષ/સ્‍ત્રી) નો સંપર્ક સાઘવા વિનંતી.
 

ચિરંજીવી યોજનાનો લાભ મેળવવા આટલું કરો.

  ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો એ આ સાથે પાછળ દર્શાવેલી યાદી પૈકી કોઇ પણ ખાનગી સ્‍ત્રી રોગ નિષ્‍ણાંત પાસે સુવાવડ કરાવવા જવાનુ રહેશે.
  ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોએ આ યોજનાનો લાભ લેવા માટે તેમના રેશનકાર્ડ (બી.પી.એલ.) ની યાદી ઝેરોક્ષ નકલ સાથે લઇને જવાનું રહેશે.
 

રેશનકાર્ડ ખોવાઇ ગયેલ હોય તો - ''સદર કુટુંબ ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો પૈકીનું છે. ''તે મતલબનું ગામના તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર સાથે લઇને જવાનું રહેશે. શહેરી વિસ્‍તાર માટે ''ચિફ ઓફિસર'' નું પ્રમાણ પત્ર લઇને જવાનું રહેશે.

 

ઉપરોકત પુરાવા રજુ કરનાર પ્રસુતા માતાઓને દર્શાવેલ ખાનગી દવાખાનામાં સુવાવડ બિલકુલ મફત કરી આપ્‍વામાં આવશે.

 

મફત સુવાવડ ઉપરાંત આ ખાનગી દવાખાનામાં સુવાવડ માટે આવવા જવા માટે વાહન ભાડા પેટે ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થી માટે રૂ.૨૦૦/- તેમજ શહેરી વિસ્‍તારમાંથી આવનાર લાભાર્થીને રૂ.૧૦૦/- જેતે ખાનગી દવાખાનામાંથી તુરત જ ચુકવવામાં આવશે.

પ્રસુતા માતાની સાથે આવનાર દાયણ, આંગણવાડી કાર્યકર, અથવા સગાસબંધી પૈકી કોઇ પણ એકને રૂ.૫૦/- ખાનગી દવાખાનામાં ચુકવવામાં આવશે.

 
અમરેલી જીલ્‍લા માટે ચિરંજીવી યોજના અંતર્ગત કરારનામું કરેલ ખાનગી સ્‍ત્રી રોગ નિષ્‍ણાંતોના નામ અને સરનામા નીચે મુજબ છે.
અ.નં. સ્‍ત્રી રોગ નિષ્‍ણાંતનું નામ હોસ્‍પિટલનું નામ સરનામું ફોન નંબર
ર્ડા.ભરતભાઇ જે.કાનાબાર    કાનાબાર સર્જીકલ હોસ્‍પિટલ અને મેટરનીટી હોમ માણેકપરા, અમરેલી ૯૪૨૬૯૧૪૬૭૭
ર્ડા.વિરલ ગોયાણી હરીકૃષ્‍ણ મેટરનીટી હોમ લીલીયા રોડ, અમરેલી ૯૪૨૬૨૧૪૧૦૫
ર્ડા.પિયુષ વી.ગોસાઇ શ્રી જી.હોસ્‍પિટલ રાજકમલ ચોક, અમરેલી ૯૮૭૯૩૫૬૭૫૩
ર્ડા.મધુકર રાયઠઠા રાયઠઠા સર્જીકલ હોસ્‍પિટલ મહુવા રોડ, સાવરકુંડલા ૯૮૨૪૨૩૨૬૬૪
ર્ડા.ડી.કે.રામાણી રામાણી સર્જીકલ અને નર્સીગ હોમ ગાયત્રી મંદિર સામે, જસદણ -
ર્ડા.અરવિંદ એ.મેરજા જાનકી નર્સીગ હોમ પાટીદાર સામે, બસસ્‍ટેશન ની બાજુમાં, જસદણ ૯૮૭૯૪૭૫૨૫૩
ર્ડા.જયંતિ ટી.પટેલ સોજિત્રા ગૃહ અને સર્જીકલ હોસ્‍પિટલ ચેતન સિનેમા પાસે, જેતપ્‍ુર -
ર્ડા.આર.એચ.સિધ્‍ધપરા સિધ્‍ધપરા પ્રસુતિગૃહ યુનિયન બેંકની પાસે, જેતપુર ૨૨૨૨૬૨
ર્ડા.કે.ડી.લાખાણી ર્ડા.લાખાણી હોસ્‍પિટલ જુનાગઢ રોડ, જેતપુર ૨૨૦૯૪૯
૧૦ ર્ડા.ગિરધર એ.પટેલ ભક્તિ મેટરનીટી અને સર્જીકલ નર્સીગ હોમ ગોકુલધામ, જેતપુર રોડ, ગોંડલ ૨૨૩૮૭૩
૧૧ ર્ડા.રાજેન્‍દ્ર આર.પ્રજાપતિ મધુરમ હોસ્‍પિટલ જેલ ચોક, ગોંડલ ૨૨૮૩૪૦